Saturday 23 November 2013

postpartum depression

સ્ત્રી માટે સૌથી stressful વર્ષ કયું હોય છે ? લગ્ન પછી નું ?
ના, જયારે પ્રથમ સંતાન જન્મ લે છે ત્યાર બાદ નું !!!
જયારે જીવન માં ખુબ મોટો બદલાવ આવે છે , એક સમયે તમારા જીવન માં સંપૂર્ણ અવકાશ હોય છે અને પછી તમને સમય જ નથી હોતો . દિવસ ના અનેક ડાયપર બદલવા , બાળક ની ચિચિયારીઓ , એનું રડવાનું , એનું ઊંઘવાનું , એનું જમાડવાનું - બસ તેની પાછળ ક્યાં દિવસ પૂરો થઇ જાય ખબર જ ના પડે .
મેઘના , 2 મહિના નું બચ્ચું લઈને આવી ,"મેડમ આમ તો કોઈ જ તકલીફ નથી પણ કઈ જ ગમતું નથી . બાળક પણ સ્વસ્થ છે અને મને પણ કોઈ શારીરિક તકલીફ નથી .પણ કોઈ જ કારણ વગર ગુસ્સો આવે કે પછી રડવું આવી જાય માથું પણ દુખે ઘણી વાર .
મેઘના એ જે તકલીફ કહી એને medical terms માં postpartum depression કહે છે . લગભગ 10 થી 15 % મહિલા ઓ બાળક ના જન્મ પછી આ અનુભવતી હોય છે .
અત્યાર ના જમાના માં આ તકલીફ વધી છે , શા માટે ? કારણ કે યુવતી ઓ આધુનિક science ને વધુ માને છે , એમાં કઈ ખોટું પણ નથી , પણ નવું સ્વીકારતી વખતે જુનું ભૂલવું ના જોઈએ , જેમ કે દાદી માં હજી એવું કહે છે કે બેન , તારે તો પેહલું બાળક છે અમે તો 5 ને મોટા કર્યા , અમને તો કઈ થતું નહોતું કારણ કે અમે પહેલા મહીને શેક લેતા માલીશ કરાવતા , પુરતું ઘી અને ગોળ વાળું લેતા જેનાથી શક્તિ રહે અને માલીશ થી આરામ પણ મળે . ગુંદર પણ લેતા જેનાથી હાડકા પણ મજબુત રહે વગેરે . મેઘના ને પૂછ્યું તો રાબ થોડા દિવસ પીધી પછી કઈ નહિ , શીરો તો ક્યારેય ખાધો જ નહોતો . માલીશ થોડા દિવસ કરાવ્યું પછી તો એ પણ છોડી દીધું . મેં એને થોડી ટીપ્સ આપી .
* આપની પરંપરા અનુસાર અખા શરીરે વજ ( વચા ચૂર્ણ ) થી કાકાડાવેલું તલ નું તેલ થી અખા શરીર પર માલીશ કરાવવું જેથી પ્રસવ થયા બાદ જે વાયુ શરીર માં ઉત્પન્ન થાય છે , તેનું શમન થાય છે અને એટલેજ માતા નું વજન વધતું નથી 
* પ્રસુતાવસ્થા દરમિયાન 1 થી સવા મહિના સુધી છાણા નો શેક ઘી અને ગુગળ નાખીને કરવો જોઈએ , તે ધુમાડા ને કરને અખો રૂમ પણ જંતુ રહિત બને છે . આ suggestion સામે young mothers ને એવો સવાલ થશે કે અમે તો બજાર માં મળતા સારા માં સારા જંતુ નાશક નો ઉપયોગ કરીએ છીએ , હા તમે એકદમ સાચા છો પણ આ જંતુ નાશક synthetic હોઈ છે તેનામાં ઝેરી chemicals રહેલા હોઈ છે એટલે તે જંતુ ઓ નો નાશ કરે છે પણ તે ની હવા બાળક ના lungs માં જતા તેને શ્વાસ ની તકલીફ કરાવી શકે છે . પણ  ગુગળ ના ધુમાડા થી એવી તકલીફ થતી નથી અને કેટલાક રીસર્ચ અનુસાર તે વાઇરસ પર પણ ખુબ effective છે .અને નવજાત બાળક ને વાઇરસ થી બચાવી શકાય છે .
* જયારે ભૂખ લાગે ત્યારે ગુંદર , કોપરું , સુંઠ , ગોળ થી બનાવેલી રાબ પીવી જોઈએ , ગુંદર થી ગર્ભાશય નું સંકોચન થાય છે અને બાકીની વસ્તુ ઓ દૂધ વધારનાર છે . રૂચી પ્રમાણે દાળ - શાક - રોટલી - ભાત - સુંઠ વાળો શીરો લઇ શકાય . વાસી ખોરાક ના ખાવો . જ્યાં સુધી બાળક માતા ના દૂધ પર હોઈ ત્યાં સુધી કોઈ જ diet ન કરવું જોઈએ . અને ખાસ જે mothers post partum depression થ પીડાતી હોય તેને direct કાર્બ લેવા જ જોઈએ . વજન પછી પણ ઉતારી શકાય છે .
દશમૂલારિષ્ટ : 
                શાલ પર્ણી , પૃષ્ણ પર્ણી , બૃહતી , કંટકારી , ગોખરું , બીલી , ગળો , અમળા , જટામાંસી  વગેરે ઔષધી થી આ તૈયાર થાય છે જેનાથી after pregnancy તકલીફો માં ખુબ સારું રહે છે , વાયુ નું શમન પણ કરે છે અને માનસિક સમસ્યા માં રાહત આપે છે . continuous 6-8 months લઇ શકાય પણ તેના માટે આયુર્વેદ નિષ્ણાત ને પૂછવું જોઈએ .

કેટલાક અન્ય સૂચનો :
* જે પણ માતા ઓ આવું અનુભવતી હોય તેમને વધુ ને વધુ socialize થવાના પ્રયત્ન કરવા , સમજી શકાય ઘણી વાર nuclear family માં માત્ર માતા ઉપર જ બાળક ની  મોટા ભાગ ની responsibility આવતી હોઈ છે પણ દિવસ માં એક - બે વાર stroller લઈને બહાર જવું જોઈએ .
* જયારે પણ બાળક સુઈ જાય તરત સુઈ જવું , થાક એ depression વધારે છે 
* balance diet લેવું જેના થી પુરતી શક્તિ મળી રહે . દૂધ પણ લેવું જોઈએ .ગાયના  ઘી થી immunity વધે છે અને તે મેધ્ય છે તથા તમારા patience level (સહન શક્તિ ) વધારે છે 
* working mothers માટે ખાસ , એ સત્ય સ્વીકારી લેવું કે તમે super woman નથી , જેટલું થઇ શકે એટલું જ કરવું . પોતા ની જાત પાસે વધુ પડતા expectations રાખવાથી પણ inferiority complex થવાથી depression ને trigger કરે છે .
* "બાળક માંદુ પડે તેમાં તમારો કોઈ વાંક નથી " - આ વાક્ય હમેશા યાદ રાખવું , નાના બાળક નું ધ્યાન અવશ્ય રાખવાનું જ હોય પણ એમાં guilt ફિલ ના થવું જોઈએ .
                સ્વસ્થ માતા જ બાળક ને સ્વસ્થ રાખી શકે છે . નાહક ની ચિતા ઓ ને છોડી ને માતૃત્વ ને એન્જોય કરો .     
Don't ever forget motherhood is 24 hours duty!!